Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુવા મોરચાની ભવ્ય બાઈક રેલી, કારેલીબાગ નમો કમલમ ખાતે ઉત્સાહભેર આગમન

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પદે નિયુક્ત થયેલા વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષીના સન્માન સમારંભ પૂર્વે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં યુવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને جوશ જોવા મળ્યો હતો.

વડોદરા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત, મહામંત્રી મૌલિક દેસાઈ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સહિત યુવા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઈક રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની તેમજ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા.

બાઈક રેલી કીર્તિ મંદિરની બહારથી શરૂ થઈ, SSG હોસ્પિટલના ગેટ સામે થઈ કાલાઘોડા માર્ગે આગળ વધી “નમો કમલમ” ભાજપ કાર્યાલય, કારેલીબાગ ખાતે પહોંચી હતી. ડીજેના તાલ સાથે નારા-બાજી અને ઉત્સાહભર્યા માહોલમાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ રેલીને સફળ બનાવી હતી.

નમો કમલમ ખાતે રેલીના સમાપન સાથે યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. હેમાંગભાઈ જોષીની નિમણૂક બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સંકલ્પ લીધો હતો.

Related posts

ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબડા વિતરણ કરી જન્મદિનની ઉજવણી કરી

admin

વડોદરા શહેરને દક્ષિણ વિભાગ સાથે જોડતા સોમા તળાવ રેલવે ઓવરબ્રિજ બારદારી વાહનો માટે બંધ રહેશે

admin

વડોદરા શહેર પોલીસ વિભાગના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 17 જેટલા મોબાઈલો મૂળ માલિકોને પરત સોપાયા

admin

Leave a Comment