વડોદરા શહેરના ઝોન–4 વિસ્તારમા ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કરતા રાઇડરો માટે વારસિયા પોલીસ મથક ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. રાઇડરોને સુરક્ષિત ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને JCP ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ તથા DCP ઝોન–4 એન્ડ્રુ મેકવાનની સૂચના અનુસાર બાપોદ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગુર્જરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત થયો.
કાર્યક્રમમાં ઝોમેટો, સ્વિગી, ઝેપ્ટો, ડોમિનેાઝ, બ્લિન્કઇટ અને અન્ય ફૂડ–ગ્રોસરી ડિલિવરી કંપનીઓના રાઇડરોને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી:
સ્પીડ લિમિટનું પાલન
હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ
લેન શિસ્તનું મહત્વ
ટ્રાફિક નિયમો અનુસાર સુરક્ષિત વાહન વ્યવહાર
ડિલિવરી દરમિયાન ગ્રાહકો સાથે યોગ્ય વર્તણૂક
કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે અંગે ચેતવણીઓ
પોલીસ અધિકારીઓએ રાઇડરો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમમાં વારસિયા, બાપોદ, કુંભારવાડા, કારેલીબાગ, સમા, હરણી અને સીટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ વિવિધ ડિલિવરી એજન્સીઓના મેનેજમેન્ટ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કુલ આશરે 100 જેટલા ડિલિવરી રાઇડરોએ ભાગ લીધો હતો.

