Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી

દબાણ હટાવવાની કાર્યવાહી વેળાએ લારીધારક જેસીબીના પૈડા નીચે સુઈ ગયો, મહિલાએ માથું લારીમાં પછાડ્યું

પાલિકા તંત્રની કાર્યવાહી વખતે ભારે હોબાળો થતા નાના બાળકો રોક્કડ કરવા લાગ્યા પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કેન્સરગ્રસ્ત લારીધારક જેસીબી ઉપર અને ત્યારબાદ તેના પૈડાં નીચે સુઈ ગયો હતો. જ્યારે બીજી તરફ મહિલા લારીધારાકે પોતાનું માથું લારીમાં અથાડી ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે અહીં હાજર બાળકો રોક્કડ કરવા લાગ્યા હતા. જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ ચર્ચાસ્પદ બની હતી.
શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તે મુજબ આજે ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખીને કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારીધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું. જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા. આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોક્કડ કરવા લાગ્યા હતા. તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરાતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો. પોતે કેન્સરગ્રસ્ત છે જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચઢી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સુઈ ગયો હતો. આખરે પોલીસ તંત્રએ કડકાઇ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી.

Related posts

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી

admin

દારૂબંધી છે કે મજાક? 25 લાખનો દારૂ અને બિયર પકડાયો!

admin

વડોદરાના ગોરવાના ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે હજ-ઉમરાહના બહાને લોકો સાથે રૂા.15 લાખની છેતરપિંડી કરી

admin

Leave a Comment