27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી

વડોદરામાં રંગોત્સવની ધૂમ જોવા મળી રહી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આજે ધુળેટીનો તહેવાર ઉત્સાહભેર ઉજવ્યો હતો. વિદ્યાર્થીઓએ એકબીજાને નેચરલ કલર લગાવીને ઉજવણી કરી અને સાથે સમાજને મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે ધુળેટીની ઉજવણી રંગબેરંગી માહોલમાં કરવામાં આવી. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં એકબીજાને કુદરતી રંગોથી રંગીને તહેવારની મજા માણી.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વડોદરા વાસીઓને સંદેશ આપ્યો કે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ અને માત્ર નેચરલ કલરથી જ ધુળેટી ઉજવવી જોઈએ.વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે તહેવાર આનંદ અને એકતાનો પ્રતિક છે, તેથી શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે ધુળેટીની ઉજવણી કરવી જોઈએ.કેમ્પસમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારા નો માહોલ જોવા મળ્યો.

Related posts

ડભોઇ રામનવમી પર્વ નિમિત્તે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

admin

વડોદરા પારુલ યુનિવર્સિટીની બસ કાબુ ગુમાવતા વિદ્યાર્થીઓ સાથે બાજુની હાઇવેની કાસમા જઈ પડી

admin

ચોમાસાની શરુઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન

admin

Leave a Comment