Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભયંકર આગ, દૂર સુધી દેખાઈ જ્વાળાઓ

વડોદરા: ચાર દરવાજા વિસ્તાર નજીક પાણીગેટમાં આજે સવારે અચાનક ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂરથી પણ સ્પષ્ટ દેખાતી હતી.

ભદ્રા કચેરીની બાજુમાં આવેલ આ ગોડાઉન પળોમાં આગની લપેટમાં આવી ગયું હતું. ગોડાઉનમાં ભરેલા ભંગારના સામાનને આગે ક્ષણોમાં જ તાવડી જેવી રીતે ચાટી લીધું હતું. આસપાસના વેપારીઓ ગભરાઈને દોડતા-દોડતા બહાર નીકળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર ટુકડીઓ સ્થળ પર પહોંચીને પાણીના મારો વરસાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટનાએ ફરી એકવાર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા, ગોડાઉનમાં આગથી સુરક્ષા સાધનો અને ફાયર સેફ્ટી નિયમોની પાલનાને લઈને સવાલો ઉભા કર્યા છે.

Related posts

સ્વયમ સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામુંઆપે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતા પત્ર જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

વડોદરા વિશ્વામિત્રી નદી કિનારે કમાટીબાગની પાછળ ભાગની દીવાલ ધરાસાઈ થઈ

admin

આજવા સરોવર અને પ્રતાપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment