વડોદરા શહેરના સન ફાર્મા રોડ ખાતે બે વર્ષ પહેલા નીલગીરી વુડા ના મકાનો જર્જરીત હોય પાલિકા દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા જે બાદ હજી સુધી રહીશોને મકાન ની ફાળવણી ન કરવામાં આવતા અને ભાડાની રકમ પણ ચૂકવવામાં ન આવતા નારાજ રહીશો પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વડોદરા શહેરના સનફારમાં રોડ પર આવેલ વુડા ના મકાનો જર્જરિત હોવાનું કારણ આપી 240 જેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા જે બાદ જે બાદ આજ દિન સુધી તેઓને મકાનની ફાળવણી કરવામાં આવી નથી કે જર્જરીત મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે રહેવાસીઓને ભાડે રહેવાનું વખત આવ્યો છે આજે બે વર્ષ ઉપરાંત સમય થયો હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી કે જવાબ મળતો ન હોય પાલિકા ખાતે રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં મીડિયા સમક્ષ તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ કડતાલ પર બેસવાની અને ફરીથી એ જ જૂના મકાનમાં રહેવા જવાની જેમકે ઉચારી હતી અને કોઈપણ જાનહાની થાય તો તેનું જવાબદાર પાલિકા હશે તેવું જણાવ્યું હતું.

