છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક વાવ ગામ થી ઇટવાડા નવીનગરી સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિ માં રૂપિયા 1.80 કરોડના ખર્ચે બનનાર રોડ અને સ્લેબડ્રેઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે સાંસદ અને ધારાસભ્ય સાથે પાવીજેતપુરના લોકલાડીલા અને સેવાલક્ષી ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ , જિલ્લા પંચાયત સભ્ય ઉમેશભાઇ , તાલુકા પ્રમુખ મુકેશભાઇ , વાવ સરપંચ અને આગેવાનો હાજર રહ્યા હતા.
જ્યારે 50 લાખના ખર્ચે શંકરટેકરી અને કબ્રસ્તાનને જોડતા આરસીસી રસ્તાનું પણ ખાતમુહૂર્ત સાંસદ , ધારાસભ્ય , અને શંકર ટેકરીના મહારાજશ્રીની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું. ત્યારે પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ તથા આગેવાનો અને મુસ્લિમ સમાજના વડીલો અને સૌએ સાંસદ જસુભાઇ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો..
મોહસીન સુરતી છોટાઉદેપુર

