33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરિવારે મોબાઈલને લઈને ઠપકો આપતાં 14 વર્ષીય કિશોરએ કર્યો આપઘાત

શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી,અલવાનાકા કોતર તલાવડી ખાતે 14 વર્ષના વિદ્યાર્થીઓ મોબાઈલના વળગણથી માતાપિતાએ ઠપકો આપતાં લાગી આવતાં મોતને વ્હાલું કર્યુ હતું.

તાજેતરમાં જ એક યુવક મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે ધાબા પરથી ઉતરવામાં ચૂક થઈ અને સીધો જમીન પર પટકાયો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી,અલવાનાકા કોતર તલાવડી ખાતે બનેલ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માંજલપુરમાં 14 વર્ષના ધોરણ -9 માં અભ્યાસ કરતા મનીષગીરી ચિંતામણી નામના વિદ્યાર્થીએ મોબાઈલની લ્હાયમાં મોતને વ્હાલું કર્યુ છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીને મોબાઇલ ફોન ની લત લાગી ગઈ હતી. તે દિવસનો મોટો ભાગ મોબાઈલ જોવામાં પસાર કરતો હતો. આ ટેવથી કંટાળીને પરિવારજનો તેને વારંવાર ઠપકો આપતા હતા. બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો હતો. જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું. વિદ્યાર્થીએ નબળી ક્ષણે ન ભરવાનું પગલું ભર્યુ હતું. તેણે પંખા પર ઓઢણી લટકાવીને ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ડભોઇ પંથકમાં ચોમાસા બાદ વરસેલા પાછોતરા વરસાદ તેમજ વાવાઝોડા ના પરિણામે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું

admin

ઐતિહાસિક માંડવી ગેટ જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે

admin

ડભોઈ વિધાનસભા માં “સુવિધા પથ યોજના ” અંતર્ગત 2.44 કરોડ ના કામોને મંજૂરી

admin

Leave a Comment