જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન
ઓપરેશન “સિંદૂર”ના કારણે ઉભી થયેલ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તે સંજોગોમાં બ્લડની જરૂરીયાતને પહોંચી વળવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર જિલ્લામાં ૧૬૨ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ૨૬ યુનિટ, પાવીજેતપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૬ અને ચૂલી ગામે સમૂહ લગ્નમાં ૨૦ યુનિટ, બોડેલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૬, નસવાડીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ યુનિટ, સંખેડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૬ યુનિટ અને કવાંટમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૮ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. એમ ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. .
તેમણે વધુમાં જણાવ્યું હતું કે. છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં રેડ ક્રોસ સોસાયટી, જલારામ બ્લડ બેન્ક, ઈદુવા બ્લડ બેન્ક, ધીરજ હોસ્પિટલ, આયુષ બ્લડ બેન્ક અને ગોત્રી મેડિકલ કોલેજે રક્તદાન શિબિરમાં પોતાનો સહયોગ આપ્યો હતો. રક્તદાન શિબિરમાં નાગરિકો,સમાજ અગ્રણીઓ , પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

