Genius Daily News
Uncategorized

વડોદરા નજીકના મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

સંતરામપુર ઉખરલી ગામેથી છ મહિના પહેલા મહીસાગર પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ખેપીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર સાથે કુલ 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં તાંદલજામાં ઓલ મિનાર હાઇટ્સ ખાતે રહેતા મહંમદ અતિક ગ્યાસુદ્દીન શેખનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીએ પોલીસથી બચવા માટે મકાન બદલી નાખ્યું હોવાની અને ફતેગંજના વ્હાઇટ હાઉસમાં રહેતો હોવાની વિગતો મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને મહીસાગર પોલીસને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે.

Related posts

નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન છોટાઉદેપુર ટીમ મહિલાઓની મદદ માર્ગદર્શન અને બચાવ માટે તેનાત રહેશે.

admin

ડ્રગ્સનું હબ બની રહ્યું છે વડોદરા ? હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસનું કનેક્શન નીકળ્યું..!

admin

શ્રી ડભોઇ દશાલાડ જ્ઞાતિ સમસ્ત વડોદરાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

admin

Leave a Comment