36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હઝરત સૈયદ ફકરૂદ્દીન ગુલામ હુસેન ઉર્ફે આમિર મિયાંના 185મા ઉર્સની ધામધૂમથી ઉજવણી

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ કોમી એકતાના પ્રતીક, હઝરત સૈયદ ફકરૂદ્દીન ગુલામ હુસેન ઉર્ફે આમિર મિયાંની પવિત્ર ખાંનકાહ રિફાઈ ખાતે તેમનો 185મો ઉર્સ ધાર્મિક ઊલ્લાસ અને શ્રદ્ધાથી ઉજવાયો હતો.

આ પાવન અવસરે રિફાઈ ખાંનકાહના સજ્જાદાનશીન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબની આગેવાનીમાં જલાલી જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં મુરીદો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

જલસામાં રિફાઈ પરંપરાના રાતિબે રિફાઈ કાર્યક્રમ અંતર્ગત મુરીદોએ શ્રદ્ધાપૂર્વક લોખંડના સળિયા શરીરમાં આરપાર કરતા દર્શન આપ્યા અને સરગતી પર ચાલીને સાકર બુઝાવવાની વિખ્યાત રિવાજોને પાળવામાં આવ્યા.

આ પાવન પ્રસંગે નૈયર બાવા અને હિસામ બાવાની પણ વિશિષ્ટ હાજરી રહી હતી.

અંતે, કમાલ બાવાએ સમગ્ર દેશ માટે દુઆ કરતા કહ્યું કે ભારત દેશમાં ભાઈચારો અને એકતા बनी રહે, દરેક જાતિ અને ધર્મના લોકો પોતપોતાના તહેવારો શાંતિપૂર્વક ઉજવે અને કોઈ પણ પ્રકારની આફત કે મુસીબત ન આવે. ભારત દેશનું નામ વિશ્વભરમાં ઊંચું રહે તેવી શુભકામનાઓ પણઆપી હતી

Related posts

વડોદરામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં નીકળી તિરંગા યાત્રા

admin

કમિશનરની વિઝિટ બાદ સફાળું જાગ્યું તંત્ર, ઇ-વોર્ડ 14માં દબાણ હટાવ કાર્યવાહી

admin

વડોદરાની સર સયાજી જનરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી

admin

Leave a Comment