33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં ૬૬૨ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી

ડભોઇ તાલુકા ના કુંઢેલા સ્થિત ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિવિધ ફેકલ્ટીના કુલ ૬૬૨ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. યુનિવર્સિટીના કુલાધિપતિ ડૉ. હસમુખ અઢિયાએ મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓને પદવી આપી હતી. પોતાના દીક્ષાંત સંબોધનમાં ડૉ. અઢિયાએ કહ્યું કે આપણે હંમેશા સકારાત્મક અને વિનમ્ર રહેવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો સતત પ્રયાસ કરતા રહેવા માર્ગદર્શન આપ્યું હતું.સાથે જ તેમણે તમામ વિદ્યાર્થીઓને સફળ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ સમારોહને સંબોધિત કરતાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રમાશંકર દુબેએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના કુંઢેલા સ્થિત કેમ્પસમાં પ્રથમ વખત દીક્ષાંત સમારોહનું આયોજન થવું સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની વાત છે. તેમણે તમામ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.ઉલ્લેખનીય છે કે દીક્ષાંત સમારોહમાં સ્નાતક, એમ.ફિલ. અને પીએચ.ડી. સહિત તમામ કોર્સના કુલ 662 જેટલા વિદ્યાર્થીઓ પદવી આપવામાં આવી હતી.અને છેલ્લા બે શૈક્ષણિક સત્રોને લઈને સ્નાતક વર્ગમાં ૧૧૦, સ્નાતકોત્તર વર્ગમાં ૪૨૮, એમ.ફિલ.માં ૪ અને પીએચ.ડી.માં ૧૨૦ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. આ પ્રસંગે પરીક્ષા નિયંત્રક ડૉ. દર્શન મારૂ, કુલસચિવ પ્રો. એચ.બી. પટેલ, તથા વિવિધ ફેકલ્ટીના અધ્યક્ષો, શિક્ષકગણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

સ્મશાનના ખાનગીકરણનો વિરોધ ! છાણી ગામના બજાર સજ્જડ બંધ !

admin

ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો મંગલ પ્રારંભ ભૂમિપૂજન સાથે કરવામાં આવ્યો

admin

ડભોઇના મહુડી ભાગોળ થી સુંદરકુવા સુધીના રોડ રસ્તાને લઈ લોકોએ ચક્કાજામ કર્યો

admin

Leave a Comment