Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુપ્રીમ કોર્ટના શ્વાન સંબંધિત આદેશ સામે વડોદરામાં શ્વાનપ્રેમીઓ દ્વારા સાયલેન્ટ રેલી યોજાઈ

વડોદરામાં શ્વાનપ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના તાજેતરના શ્વાન સંબંધિત આદેશને પગલે મૌન રેલી યોજી યોજાઈ હતી,જેમાં માનવ અને પ્રાણી બંને માટે સંતુલિત નીતિની માંગણી કરવામાં આવી હતી.રાજસ્થાનના શ્વાનના કરડવાના બનાવ બાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે સ્વીકારી દેશવ્યાપી અમલનો આદેશ આપ્યો છે,જેને અમલમાં લાવવા રાષ્ટ્રીય કમિટી રચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આજે વડોદરાના શ્વાનપ્રેમીઓએ ગુજરાત સરકારને અપીલ કરી કે સહજીવનને પ્રોત્સાહન મળે તેવી વૈજ્ઞાનિક અને પ્રાયોગિક નીતિઓ બનાવવામાં આવે,તજજ્ઞોની સલાહથી રાજ્યમાં શ્વાન સંબંધિત નિયમો સુચારુ રીતે અમલમાં આવે તે જરૂરી હોવાનું રેલીમાં જણાવ્યું હતું.રેલીનો હેતુ સરકાર કે કોર્ટનો વિરોધ નહીં, પરંતુ માનવ-પ્રાણી સુમેળ જળવાઈ રહે તેવો નીતિ આધારિત અભિગમ અપનાવવાનો છે.

Related posts

પાણી આપો, પાણી આપો, વુડાવાળા પાણી આપો

admin

વડોદરા શહેરના સારાભાઈ કેમ્પસ નજીક નશામાં ધુત હોવાનું આક્ષેપ ધરાવતી મહિલા ચાલકે હંગામો મચાવ્યો

admin

ડભોઇના કુકડ ગામે ડભોઈ ખત્રી સમાજદ્વારા ભવ્ય ipl ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

admin

Leave a Comment