સુરત રેલ્વે સ્ટેશન ખાતે શંકાસ્પદ રીતે મળી આવેલ રીઢ્ઢા ચોર ઇસમ પાસેથી રૂ.૨૪,૦૦૦/- ની મતાના મો.ફોન કબ્જે લઇ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બે અનડિટેકટ ગુનાઓ ડિટેક્ટ કરતી. લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ રેલવે વડોદરા, સુરત યુનિટ (જી.આર.પી)
તા.૨૫/૦૯/૨૦૨૪ ના રોજસુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.૦ર ના ઉત્તર તરફના છેડા પાસેથી શંકાસ્પદ હાલતમાં એક ઇસમ નામે – હરીદાસ ઉર્ફે પોપટ s/o દેવીદાસ જાતે-વાકોળે ઉ.વ.૨૬ ધંધો- મજરી રહે હાલ, રવીભાઈ ના ભાડાના મકાન માં મદનપુરા લીંબાયત સુરત. મુળ રહે, ગામ-છોટા પલ્સી શેગાઉ જી-બુલઢાના મહારાષ્ટ વાળો મળી આવતા તેની અંગઝડતીમાંથી નંગ- ૦૨ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન કિંમત રૂ.૨૪,૦૦૦/- ની મત્તાના મળી આવતા BNSS કલમ- ૧૦૬ મુજબ કબ્જે લઇ સદરી ઇસમને BNSS કલમ- ૩૫(૧)(ઇ) મુજબ તા.૨૫/૦૯/૨૦૨૪ ના રોજ કલાક ૦૩/૨૫ વાગે અટક કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.ફોન ચોરીના બે અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવામાં આવેલ હતી

