Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં તા.૧ થી ૩ ઓકટોબર દરમિયાન ખાનકાહે રિફાઈયા ખાતે હઝરત સૈયદ ફખરૂદીન અલ્ગારૂફ અમીરમીયા રિફાઈ (રહે.) ના ૧૮૪ માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી

વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકા—આલિયા રિકાઈયા ખાતે આગામી તા. ૦૧ થી તા. ૦૩ મી ઓકટોબર દરમિયાન કોમી એક્તાના પ્રતિક સમા રૂખરૂલ અવલીયા શમસુલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ રૂખરૂદીન ગુલામહુસેન અલ-મારૂક અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના ૧૮૪ માં ઉર્સ-શરીફની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજજાદા નશીન પીર અલ્હાજ સૈષદ કમાલુદ્દીન મઝહરૂસ્લાહ રિફાઈ સાહેબની નિગેહબાની હેઠળ આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદીન મઝહરૂલ્લાહ રિફાઈ તેમજ સેષદ મોઈનુદ્દીન (ઉર્ફે નૈયદરભાબા) રિફાઈ અને સૈષદ કિસામુદ્દીન રિફાઈ સાહેબ અકીદતમંદો-શ્રદ્ધાળુઓને ખાસ આશિવન પાઠવશે.

આ ત્રિદિસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા. ૧-૧૦-૨૦૨૪ ને મંગળવાર ના રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ બાદ ખાનકાહના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર “શાને રિફાઈયા” નો પરચમ લહેરાવવામાં આવશે, અને રાત્રે ઈશાની નમાઝ બાદ “ઝિકે રિફાઈયા” ની મહેફીલ યોજાશે. બીજા દિવસે તા. ૨-૧૦-૨૦૨૩ ને બુધવાર ના રોજ ફઝરની નમાઝ બાદ મઝારે મુકવસાને ગુસલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે ખાનકાહે આલીયા રિફાઈયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહફલ્લાહ રિફાઈ સાહેબ સંદલના જુલુસને પ્રસ્થાન કરાવશે. આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ગરસ્ત કરતું રાત્રે ૧૧-૦૦ કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઈ રહી છે. તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબના મઝાર શરીફ પર પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ ખાસ હાજરી આપનાર રિફાઈ સિલસિલાના અન્ય બુઝુર્ગોના હસ્તે સંદલ ચઢાવવામાં આવશે. તા. ૩-૧૦-૨૦૨૪ ને બુધવારે સાંજે ૫-૦૦ કલાકે મિલાદ-શરીફના કાર્યક્રમ બાદ હુઝુરે અકરમ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની જીયારત તેમજ રિફાઈ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈયદ ઝેનુલઆબેદીન રિફાઈ (રહે.) દ્વારા હસ્તલિખિત કુરાન-શરીફ તથા કાબાશરીફના ગિલાફ મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઈના જલ્સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે અને ત્યારબાદ મહેફીલે સમા (કવ્વાલી) ના જલ્સામાં ભારતના મશહુર કવ્વાલો તેમના કલામો રજુ કરશે. અને તા. ૪- ૧૦-૨૦૨૪ ને શુક્રવાર રોજ જુઆ ની નમાઝ બાદ કુલ શરીફ ની રસ્મ અદા કરવામાં આવશે.

Related posts

વિશ્વામિત્રે સુભાષ નગર ખાતે થયેલી ઘટના ને લઈને પરિવારજનોને યોગ્ય ન્યાય ન મળતા તેઓ આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા અને ન્યાયની માંગણી કરી હતી

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન-૧ વિસ્તારમાં વાહન ચેકિંગ તથા કોમ્બિન હાથ ધરવામાં આવ્યું

admin

વડોદરાના GIDC વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઝડપી કાબૂ મેળવ્યો

admin

Leave a Comment