33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની APMCના ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

ડભોઇમાં નવરાત્રી મહોત્સવ ને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહેલ છે.ડભોઈ નગર કોટ વિસ્તાર બહાર આવેલ ખેતીવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ પર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફ થી જણાવવામાં આવેલ છે.નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં માં ગઢભવાની દર્ભાવતિ કલ્ચરલ ગૃપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે ડભોઇ ના

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ભાવેશભાઈ પટેલ નડા ડભોઇ નગરપાલિકાના પ્રમુખબિરેન શાહ વિશાલભાઈ શાહ સોનલબેન કિશોરભાઈ સોલંકી તેમજ મુખ્ય આયોજકો અને મુખ્ય સલાહકાર સમિતિ, મહિલા સલાહકાર સમિતિ સહિત વિવિધ સમિતિઓ ની રચના કરવામાં આવી હતી.
માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગૃપ ઘ્વારા બજાર સમિતિ ના મેદાન ખાતે મંડપ, રંગ બે રંગી લાઈટિંગ ડેકોરેશન,બેઠક વ્યવસ્થા સહિત ખૈલેય્યાઓ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.જ્યારે વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ છે. આમ નવલી નવરાત્રી નું ઉજવણી માટે ની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

Related posts

ડભોઇ નજીક ચાલુ બસમાં એસ.ટી. કંડકટરનું હાર્ટ એટેકથી નિધન

admin

બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા રક્ષાબંધન નિમિત્તે મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક જનોઈ બદલવાનો કાર્યકમ યોજાયો

admin

મહીલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુરની શી-ટીમ દ્રારા કરવામાં આવેલ પ્રસંસનીય કામગીરી

admin

Leave a Comment