36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો ભોગ..

વિધર્મી યુવક દ્વારા સગીરા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી બે વાર આચર્યુ દુષ્કર્મ..

નવરાત્રિના સમયે વારંવાર કરતો હતો પરેશાન.

સગીરાની માતાએ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ.

વિધર્મી આરોપી વાજીદ દિવાનની ધરપકડ..

માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે બળાત્કાર થયાની ફરિયાદ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો હતો.


મળતી માહિતી મુજબ, ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દીવાન (ઉં.વ.19) સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વાજીદશા દીવાન દ્વારા વિદ્યાર્થિનીને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાજીદશા દીવાન તેની સ્કૂલ પર જઇને બળજબરીથી વાત કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલમાં ચાલતી નવરાત્રિમાં પણ માંજલપુર વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો હતો. આરોપી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પણ પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું.

વાજીદશા દીવાનની આવી હરકતોથી વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ તોડી નાંખવાનું નક્કી કર્યુ હતું. વાજીદશા દીવાનને જ્યારે વિદ્યાર્થિનીના ભાઇએ સમજાવવાની કોશિશ કરી ત્યારે તેણે એવી ધમકી આપી હતી કે, તારી બહેનના 18 વર્ષ પૂરા થયા પછી તેને હું ઉઠાવી જઇશ. આ અગાઉ એક વખત એસ.આર.પી. ગ્રુપ નજીક રહેતા પોતાના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિનીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતી દ્વારા પોલીસમાં આપેલી ફરિયાદમાં છેલ્લા કેટલાક દિવસથી વાજીદશા દીવાન હેરાન કરતો હતો એટલું જ નહીં છેલ્લા કેટલાક વખતથી સંપર્કમાં આવ્યા બાદ આરોપી વાજીદશા દીવાને તેના મિત્રને ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે એસીપી પ્રણવ કટારીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે યુવતીની માતાએ ફરિયાદ આપી હતી કે મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે મારી દીકરી નો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી તે દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે અને નવરાત્રી દરમિયાન પણ તેને હેરાન પરેશાન કરી રહ્યો છે. આ ફરિયાદના આધારે તાત્કાલિક અસરથી પોલીસે મકરપુરાના સાજીદશા દિવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઇ કિશોરીને આ રીતે ફસાવી છે કે કેમ? અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Related posts

કોંગી કાઉન્સિલર પુષ્પા વાઘેલાની સ્મશાન અને ગટર સભામાં રજૂઆત

admin

જન આક્રોશ યાત્રાનું ફતેગંજ સેફરોન ખાતે એનએસયુઆઈ દ્વારા ભવ્ય સ્વાગત

admin

બે જૂથ વચ્ચે અથડામણ:પ્રતાપનગરમાં કુખ્યાત બૂટલેગરો બેફામ, દારૂના ધંધામાં લોહિયાળ ગેંગવોર

admin

Leave a Comment