27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે વન સંરક્ષક ભરતી ઉમેદવારોની સમીક્ષા બેઠક યોજાઇ.

ઓક્ટોબર મહિનામાં લેવાયેલ વન સંરક્ષકની શારિરીક કસોટી પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં વન સંરક્ષક ભરતી માટેના લેખીત પરીક્ષા ઉત્તીર્ણ ઉમેદવારોને જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારાની શારિરીક કસોટી ની તૈયારી ઓ માટે છેલ્લા આઠ મહિનાથી તાલીમ અપાઇ રહી હતી અને ઓક્ટોબર મહિનામાં લેવાયેલ શારીરિક પરિક્ષા બાદ સમીક્ષા શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શારીરિક કસોટી માં ઉત્તીર્ણ ૨૭ જેટલા ઉમેદવારો તથા શારીરિક પરિક્ષા માં સફળતા પ્રાપ્ત નહીં કરી શકનાર તમામ ઉમેદવારો સહિત ના દરેક નું વિશ્લેષણ કરીને સફળતા પ્રાપ્ત કરનાર ઉમેદવારો ને અભિનંદન પાઠવ્યા હતા તેમજ અન્ય ઉમેદવારો ને આવનાર ભરતી ઓ માં વધુ મહેનત કરી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
યોજાયેલ સમીક્ષા શિબિરમાં નાયબ વન સંરક્ષક શ્રી છોટા ઉદેપુર શ્રી વી.એમ.દેસાઈ, આરએફઓ પણ આ તબક્કે ઉપસ્થિત રહી ઉમેદવારો ને સમાજ માં એકેડેમી ઊભી કરી દરેક સમાજ ના યુવાનો આર્થિક સામાજિક ક્ષેત્રે આગળ વધી પરિવાર .ગામ , જિલ્લા નુ નામ રોશન કરો અને સ્માર્ટ મહેનત કરી દરેક જોબ માં સફળ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ફોરેસ્ટ ની જોબ સારી અને શુદ્ધ ઓક્સિજન મેળવી સ્થાનિક લોકો જ પ્રકૃતિ ને બચાવશે તો પર્યાવરણ બચશે સાથે તેમ જણાવી અને સૌથી સારી નોકરી ગણાવી હતી, જેમાં નિરંજનભાઈ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકોયુનિટી યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ રાઠવા, વિનોદભાઈ રાઠવા,એક્સ આર્મી માનસિંગ ભાઇ રાઠવા, સોમાભાઈ રાઠવા, ચંપાબેન રાઠવા, ભાયાભાઈ રાઠવા સહિત ઉમેદવારો ઉપસ્થિત ઉમેદવારો ને માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા રહ્યા.

Related posts

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના રર.૬૫ કરોડના ખર્ચે ૧૪ રસ્તાઓના રીસરફેસીંગ કામોની મંજુરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી.

admin

જેતપુર પાવીના પાણીબાર ખાતે યોજાયો ચૂલનો મેળો, ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

admin

નસવાડી ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખની હાજરીમાં નસવાડીના મેમણ સમાજે ગુટખા મુક્ત સમાજ બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો.

admin

Leave a Comment