Genius Daily News
ખેડાખેડા જિલ્લો

ખેડા શહેરના પરા દરવાજા વિસ્તારમાં ભાઈબીજની રાત્રીએ ફટાકડા યુદ્ધ ખેલી કરવામાં આવે છે અનોખી ઉજવણી……

પરા દરવાજા વિસ્તારના કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો વચ્ચે સામ-સામે ફટાકડા યુદ્ધ ખેલાયું…..

છેલ્લા ઘણા વર્ષોથી હવાઈ યુદ્ધ અને કોઠી યુદ્ધ રમવાની છે પરંપરા…….

સામાન્ય રીતે દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે……

પણ ખેડા શહેરમાં એકબીજા પર ફટાકડા ફેંકીને ઉજવણી કરવામાં આવે છે…….

પરા દરવાજા વિસ્તારના કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી અને હવાઈ ફેંકી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે……

છેલ્લા ઘણા વર્ષોથી હવાઈ યુદ્ધ અને કોઠી યુદ્ધ રમવાની પરંપરા છે…….

જેના માટે નવરાત્રીથી જ કોઠીઓ બનાવવાની શરૂ કરી દેવામાં આવે છે…….

કાચો માલ તૈયાર થઈ ગયા બાદ સ્થાનિકો વસો ગામે જઈને કોઠીઓમાં દારૂખાનું ભરાવે છે….

યુદ્ધ પહેલા બંને બાજુ હવાઈ નાંખવામાં આવે છે અને ત્યારબાદ કોઠી યુદ્ધ થાય છે.

આ રમત એકબીજાને દઝાડવા માટે નહીં પણ શોખથી રમવામાં આવે છે.

Related posts

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકોમાં આવેલા રસુલપુરા ગામે પરંપરાગત હોળી દહન

admin

સેવાલિયા મામલતદાર કચેરીમાં વહીવટ કથળ્યો, જન્મ-મરણના દાખલા માટે પ્રજાને ભારે હાલાકી

admin

ડાકોર મંદિરની પાસે સાતથી આઠ દુકાનોમાં ભિષણ આગ ભભૂકી ઉઠતા તંત્રમાં દોડધામ મચી

admin

Leave a Comment