33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફૂટપાથ ઉપર દબાણ દુકાનદાર દાદાગીરી કરતો વિડીયો વાયરલ

ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક મીઠાઈના દુકાનોનું ફૂટપાથ ઉપર દબાણ…દુકાનદાર પર કયા નેતાઓ કે અધિકારી નો હાથ છે… ? દુકાનદાર દાદાગીરી કરીને લાફો પણ માર્યો હતો આ સમગ્ર મામલે નવાપુરા પોલીસ ચોકી પણ ઘટના સ્થળે હાજર હતી ત્યારબાદ નવાપુરા પોલીસ દુકાનદારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

શું તંત્ર ફૂટપાથ ઉપરના આ દબાણ હટાવશે કે દિવાળી પર મીઠાઈના બોક્સ લઈને ખુશી માનશે…
ટ્રાફિક જામ, અકસ્માત અને ઝઘડાઓ માટે તંત્ર કયારે જાગશે…?

ફૂટપાથ પર ધંધાર્થીઓ હંગામી અથવા કાયમી દબાણ સર્જતા હોય તેઓ વિરુદ્ધ કોર્પોરેશને કડક કાર્યવાહી કરવી આવશ્યક છે. આ કાર્યવાહી કરતી વખતે ભેદભાવ ન રાખવો જોઈએ. ભલામણો કચરાટોપલીમાં પધરાવવી જોઈએ.

ઘણાં માર્ગ એવાં પણ હોય છે, જ્યાં ફૂટપાથ પર દબાણો હોય, એ પછીનાં રોડ પર આડેધડ લારીઓ ઉભી હોય ! ટ્રાફિક અવરોધાતો હોય, વારંવાર ટ્રાફિક જામ થતાં હોય, અકસ્માત અને ઝઘડાઓ થતાં હોય- આવાં સ્થળોએ કોર્પોરેશને વિશેષ ધ્યાન આપવું જોઈએ. કસૂરવારો વિરુદ્ધ આકરી કાર્યવાહી થવી જરૂરી છે. ફૂટપાથ રાહદારીનો અધિકાર છે, ફૂટપાથ પૂરી પાડવી- સત્તાવાળાઓની ફરજ છે. આપણે આશા અપેક્ષા રાખીએ, આગામી સમયમાં નગરજનોને સરસ અને અવરોધવિહોણી ફૂટપાથ સમગ્ર શહેરમાં મળી રહે. ફૂટપાથનાં દબાણ ઉપરાંત આવાં સ્થળોએ માર્ગો પર આડેધડ પાર્કિંગ પણ થતાં હોય છે, સત્તાવાળાઓએ આ બધી જસમસ્યાઓનો ઉપાય કરવો જોઈએ.

Related posts

પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી ૧૦.૮૨ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

admin

શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂપિયાની ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ.

admin

વડોદરા શહેરના વડસર ગામમાં બિલ્ડર દ્વારા જાહેર જગ્યા પચાવી પાડી રહીશોને ધમકાવ્યા હોવાનો આક્ષેપ

admin

Leave a Comment