41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાંચ વર્ષ પછી સારું નક્ષત્ર આવતું હોવાથી કાળી ચૌદસે કાળકા માતાના મંદિરે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાશે

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં વિઠ્ઠલ મંદિર નજીક આવેલા પૌરાણિક કાળકા માતાના મંદિર ખાતે આવતીકાલે કાળી ચૌદસના રોજ લીંબુનો હાર ચઢાવવાનો મહિમા છે. કાલે કાળી ચૌદસ નિમિત્તે આ વખતે સારું નક્ષત્ર આવતું હોવાથી આ વર્ષે અહીં લીંબુ સાથે ભક્તો રાશિફળ ચઢાવી શકાશે તેમ મંદિરના મહંત હેમંત જાનીએ જણાવ્યું હતું. લીંબુ સાથે રાશી ફળ ચઢાવવાથી ફળ અને લાભ સવિશેષ અને વધારે મળે છે. દર વર્ષે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાતું નથી, તે નક્ષત્રને આધીન હોય છે. આ વર્ષે સારું નક્ષત્ર હોવાથી લીંબુ સાથે રાશિફળ ચઢાવવાનો લાભ માઈ ભક્તોને મળી શકશે. હેમંત મહારાજે એમ પણ જણાવ્યું કે, દર વર્ષે સમગ્ર દિવસ દરમિયાન સવારથી મોડી રાત સુધી લીંબુ ચઢાવી શકાતા હોય છે પરંતુ આ વર્ષે નક્ષત્રને ધ્યાનમાં રાખીને સવારે 7:30થી રાત્રિના 8:45 કલાક સુધી જ લીંબુ ચઢાવી શકાશે.


કઈ રાશિના જાતકે કયું રાશિફળ ચઢાવવું ?


મેષ / વૃષિક :- સોપારી.
વૃષભ / તુલા :- એલચી / બાસમતી ચોખા.
મિથુન / કન્યા :- નારંગી.
કર્ક :- શેરડીનો ટુકડો.
સિંહ :- લીલી દ્રાક્ષ.
ધન / મીન :- જામફળ.
કુંભ / મકર :- ખારેક.
રાહુ માટે નારિયેળ અને કેતુ માટે કાજુ (આખા) ચઢાવી શકાશે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિને ગાંધીબાપુને પુષ્પાંજલિ

admin

વડોદરાના માંડવી ખાતેથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો…

admin

વડોદરા શહેરમાં સર્કિટ હાઉસ ખાતે દુનિયાથી સોથી મોટી લોકશાહી ટકાવવાની મોટી ભાગીદારી વાળીપ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી

admin

Leave a Comment