43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા અતિકુપોશિત બાળકો અને માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું

પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કલારાણી સબ સેન્ટર ખાતે અતિકુપોશિત બાળકો અને માતાઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈએ જણાવ્યું હતું કે, ”પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, દરેક બાળક સ્વસ્થ રહે, સગર્ભા બહેનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવા, પોષણ કીટ વિતરણ અને રસીકરણ કાર્યક્રમ જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પોષણ માસ દરમિયાન દરેક વાલી પોતાની રીતે જાગૃત બને અને તેમના બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે દૈનિક આહારમાં પોષણ તત્વોથી ભરપૂર મિલેટસની વાનગી આપે તે જરૂરી છે. પ્રધાનમંત્રીની નેમ છે કે દરેક બાળક સ્વસ્થ બને અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધે. તેને લઇ આજ રોજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કલારાણી સબ સેન્ટર મેડિકલ ઓફિસર પંકજ ભાઈ તેમજ સ્ટાફ, ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી, પાવીજેતપુર તાલુકા ભાજપા પ્રમુખ બાબુભાઈ રાઠવા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી, પાવીજેતપુર તાલુકાના મંહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા

admin

પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનુ ફીલ્ટર વાળું પાણી મધ્યગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા પાણી નો પુરવઠો બંધ થયો

admin

છોટાઉદેપુરમાં ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભવ્ય તિરંગા યાત્રા

admin

Leave a Comment