33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મારુતિ લાઇનિગ એન્ડ ફર્નિચરની દુકાનમાં આગ લાગતાં અંદાજે પંદર લાખના ફર્નિચર સહિત સામાન આગમાં બળીને ખાખ

શહેરના સરદાર એસ્ટેટ નજીક આવેલા શ્રી ડભોઇ દશાલાડ ભવન હોલ સામે મારુતિ લાઇનિગ એન્ડ ફર્નિચરની દુકાનમાં ચાર વાગ્યાના અરસામાં આગ લાગતાં અંદાજે પંદર લાખના ફર્નિચર સહિત સામાન આગમાં બળીને ખાખ થયો જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા પહોંચી ન હતી.ઘટનાને પગલે એક તરફના રોડ પર ટ્રાફિક જામ થતા ફાયરબ્રિગેડ ની ગાડીઓ અટવાઈ હતી જો કે બાપોદ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક સુચારૂ કરી ફાયરબ્રિગેડ માટે જગ્યા કરી આપી હતી ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતી.દુકાનના માલિક તથા પરિવારનાં સભ્યો થોડોક અંતરે લગ્નમાં હોય તરત આવી પહોંચ્યા હતાં જ્યાં નુકશાન જોઇ તેઓ ચોધાર આસુઓએ આક્રંદ કરી મૂક્યુ હતું

Related posts

શ્રાવણ માસના છેલ્લા શનિવારે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે ફૂલો નો શનગાર કરવામાં આવ્યો

admin

વર્ષોના પ્રશ્ન મામલે સ્થાનિક રહીશોએ કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરી

admin

આત્મનિર્ભર ભારત અને Next – Gen GST Reform અંતર્ગત “પ્રબુદ્ધ સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment