દિવાળીપુરામાં બંધ મકાનમાં વહેલી સવારે રોક્ડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી
દિવાળીપુરા વિસ્તારમાં રહેતું દંપતિ વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે ગયો હતો દરમ્યાન ૧૫ મિનિટમાં તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રકમની ચોરી કરીને બહાર નીકળી ગયા હતા. મંદિરથી પરત આવેલા વૃદ્ધાએ ચોરોને જોઈને ગુમાબૂમ કરતા તેમના ગળામાંથી પણ સોનાની ચેન તોડીને ચોરો ભાગી ગયા હતા. વૃદ્ધ એ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વિવિધ વિસ્તારમાં બની રહ્યા છે. પરંતુ પોલીસ તંત્ર આ ચોરો સામે જાણે પાંગડું સાબિત થઈ રહ્યું હોય તેમ કોઈ પ્રકારનો તસ્કરો પર અંકુશ મેળવવામાં આવતો નથી. ચોરો રાત્રિના સમયે અલગ અલગ મકાનોને નિશાન બનાવીને માત્ર નામ પૂરતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ ના લીરેલીરા ઉડાવી રહ્યા છે વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે પરિસનગર સોસાયટીના મકાન નં.સી-૯૨માં વહેલી સવારે ૫.૩૦ વાગ્યાનાં અરસામાં સીનિયર સિટીઝન સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશબેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવાં માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને માત્ર ૧૫ મિનિટમાં ઘરના તાળા તોડી સોના- ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મંદિર થી પરત આવતા કમલેશબેન ચોર જોઈ બૂમો પાડતા હતા ત્યારે ચોરે જતા જતા તેમણે ગળામાં પહેરેલી સોનાની ચેઇનની લૂંટ્ કરી ભાગી ગયા હતા. જેથી વૃદ્ધે ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી

