31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટમાં મારૂતી કંપનીની SWIFT VDI ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડતી કવાંટ પોલીસ

ઝુલવાણીયા ગામે કવાંટ આઈટીઆઈ આગળ જતા રસ્તા ઉપર મારૂતી કંપનીની SWIFT VDI ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિ.રૂ. ૩,૩૨,૩૫૫/- નો ગણનાપાત્ર પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ

                     ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ જરૂરી કાર્યવાહી કરવા આપેલ હતી અને આજ રોજ નાઈટ રાઉન્ડ દરમ્યાન કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓને બાતમી હકીકત મળેલ કે કડીપાણી તરફથી એક સફેદ કલરની મારૂતી કંપનીની સ્વીફ્ટ ગાડી નંબર GJ-06-DB-0091 ની કડીપાણી તરફથી હમીરપુરા થઈ ઝુલવાણીયા ગામે આવેલ કવાંટ આઈ.ટી.આઈ વાળા રસ્તા ઉપર થઈ આવી રહેલ હોય જે શંકાસ્પદ હોય તેની તપાસ કરવા સારૂ તેઓશ્રી નાઓએ કવાંટ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓને સુચના આપતા પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ તથા પોલીસ સ્ટેશનના માણસો પ્રોહીનાકાબંધી કરી મોજે ઝુલવાણીયા ગામે કવાંટ આઈ.ટી.આઈ આગળ થઈ પસાર થતા રસ્તા ઉપરથી મારૂતી કંપનીની SWIFT VDI ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-06-DB-0091 માં ગેરકાયદેસર વગર પાસ પરમીટે લઈ જવાતો કંપની શીલબંધ ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૧) GOA spirit of smoothness Whisky 180 ML ની બોટલ નંગ – ૧૭૩૩ ની કિરૂ. ૨,૩૩,૯૫૫/- તથા (૨) LONDON PRIDE ORANGE FLAVOURED VODKA 180 ML ની બોટલ નંગ – ૩૮૪ ની કિરૂ. ૫૭,૬૦૦/- તથા (૩) McDowell’s No 1 CELEBRATION MATURED XXX RUM 750 ML ની બોટલ નંગ – ૬૦ ની કિરૂ. ૪૦,૮૦૦/- મળી કુલ બોટલો નંગ- ૨૧૭૭ ની કુલ કિ.રૂ. ૩,૩૨,૩૫૫/-નો પ્રોહી મુદ્દામાલ તથા સદરી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી કંપનીની SWIFT VDI ગાડી નંબર GJ-06-DB-0091 ની કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૮૨,૩૫૫/-નો મુદ્દામાલ કબજે કરી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

દેશી ગાય આધારીત ખેતી કરતા છોટા ઉદેપુર જીલાના રોજકુવા ગામના પ્રવિણભાઈ

admin

નેશનલ હાઇવેના બ્રિજ ઉપર પેરાફીટ દીવાલ ધરાશાય, બે દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દીવાલ ૫૦ ફૂટ જેટલી તૂટી.

admin

રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત સદસ્યો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

admin

Leave a Comment