Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ન ચાલતા ડુંગર ઉપર ચઢીને લેપટોપના દ્રારા કામગીરી કરાવવા લોકો મજબુર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ચાલતી ના હોવાથી સાત હજાર જેટલા લોકો રેશનકાર્ડ કેવાઈસી કરાવવા માટે તેમજ જન્મ મરણ ના દાખલ માટે ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર આ તમામ લોકો ને ડુંગર ઉપર ચઢી ને લેપટોપ ના સહારે ઓનલાઇન ની કામગીરી કરવા મજબુર બન્યા છે. નજીકના ગામમાં ખાનગી કંપનીનું મોબાઈલ ટાવર આવેલો છે. પરંતુ નેટવર્ક આવે છે પરંતુ ઇન્ટરનેટ ની સેવા મળતી નથી જેનો ભોગ ગ્રામજનો બને છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયત માં ધારસિમેલ ,તલાવ ,હરખોડ ,કુંડા ,નિશાના , ઉડેટ ગામોનો સમાવેશ છે. જયારે આ 6 ગામોમાં સાત હજાર જેટલી વસ્તી આવેલી છે. ધારસિમેલ ગામે ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. જયારે ધારસિમેલ ગામે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર બેસે છે. તેને રેશનકાર્ડ કેવાઇસી ,તેમજ સાત બાર આઠ અની નકલ તેમજ જન્મ મરણ તેમજ આકરણી પત્રક તેમજ અન્ય કામગીરી કોમ્પ્યુટર ઉપર કરવાની હોય છે. અને આ કામગીરી માટે ઇન્ટરનેટની સુવિધાની જરૂરિયાત હોય છે ત્યારે ધારસિમેલ ગામે ઇન્ટરનેટ સેવા ચાલતી નથી. અને જેના કારણે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટરને ઓનલાઇન કામગીરી કરવા માટે નજીક ના ડુંગરો ઉપર ઉંચાઈ વાળા ભાગ માં જવું પડે છે. વૃદ્ધ લોકો ડુંગર ચઢી શકતા નથી. જયારે ઇન્ટરનેટ સેવા ના કારણે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર ને લેપટોપ લઈને જવું પડે છે. આદિવાસી વિસ્તાર માં ગ્રામ પંચાયત માં તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાંય ઇન્ટરનેટ ના વાંકે લોકો હેરાન થઇ રહ્યા છે. ઇન્ટરનેટ ની સુવિધા મળે તે માટે ખાનગી કંપની ના નેટવર્ક ના અધિકારીઓને લેખિત અને મૌખિક માં રજુઆત કરી છે. પરંતુ સરપંચની રજુઆત પણ ખાનગી કંપની ના નેટવર્ક ના અધિકારીઓ સાંભળતા નથી. જયારે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર જોડે લોકો વારંવાર ઝગડા કરે છે. સમયસર લોકો કામગીરી કરાવવા માટે આગ્રહ રાખે છે. પરંતુ ઇન્ટરનેટ ની સમસ્યા ના કારણે લોકો ના કામ થતા નથી. જયારે કોમ્પ્યુટર વિલેજ ઓપરેટર ના જણાવ્યા મુજબ મોટી ગ્રામ પંચાયત છે. 6 ગામોના લોકો કામ અર્થે પંચાયત કચેરી ઉપર આવે છ પરંતુ ઇન્ટરનેટ સેવા ના અભાવે કોઈ પણ સરકારી વેબસાઈટ ચાલી શકતી નથી. તેના કારણે લોકો ના કામો થઇ શકતા નથી. જયારે હવે મારે ડુંગર ઉપર લેપટોપ લઈ જઈને કામ કરવું પડે છે. તો પણ અમુક જ લોકો ના કામ થાય છે. બીજા લોકો ના કામ બાકી રહી જાય છે. જયારે અમારી ગ્રામ પંચાયત ને ઇન્ટરનેટ સેવા મળે તે માટે તંત્ર એ પ્રયાસ કરવા જોઈએ જયારે મોબાઈલ માં વાત કરવા માટે નેટવર્ક આવે છે. પરંતુ ઇન્ટરનેટ સેવા ચાલતી નથી. સમગ્ર દેશ 5જી ઇન્ટરનેટ વાપરતો થઇ ગયો છે. ત્યારે અમારા ગામના લોકો ને 2જી નેટવર્ક પણ સરખુ મળતું નથી. આવી રીતે અમે જીવી રહ્યા છે. સરકાર ઓનલાઇન કામગીરી કરવા માટે આગ્રહ રાખે છે. ત્યારે આવા ગામડાઓમાં ઇન્ટરનેટ ની સુવિધા ઉભી કરવી જોઈએ તેવી ગ્રામ જનોની માંગ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના મેરીયા નદીનું ડાયવર્ઝન ધોવયું હતું 25 જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પુલ બનાવવાની કામગીરી માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.

admin

સનરાઈઝ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુર ખાતે પ્રથમવાર જિલ્લા કક્ષાની ટ્રાયબલ કરાટે સ્પર્ધા યોજાઈ.

admin

આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર શહેરના પ્રમુખ તરીકે ઈકબાલભાઈ ખોટાની વરણી કરાઈ

admin

Leave a Comment