વડોદરા મહાનગર પાલિકામાં દર અઠવાડિયે મળતી રીવ્યુ બેઠક આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના ના અધ્યક્ષતામાં મળી હતી જેમાં શહેરના કામો બાબતે ચર્ચા કરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
પાલિકા ખાતે દર મંગળવારે રિવ્યુ બેઠક યોજાતી હોય છે જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષતામાં આજરોજ આ બેઠક યોજાઇ હતી જેમાં મળતી માહિતી પ્રમાણે ખાસ કરીને અત્યારે ચાલી રહેલી દબાણ શાખાની કામગીરી બાબતે ધ્યાન આપવામાં આવ્યું હતું આ સાથે કયા કામો પૂર્ણતાના આરે છે અને કયા કામો જલ્દીથી પૂર્ણ કરવા જોઈએ તે બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો સાથે અલગ અલગ વિભાગોને ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, હસમુખ પ્રજાપતિ, એએમસી સુરેશ તુવેર આરોગ્ય અધિકારી દેવેશ પટેલ આરટી હેડ મનીષ ભટ્ટ સહિત વોર્ડ ઓફિસરો હાજર રહ્યા હતા.

