આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં મહીલા વિરોધી બનાવોમા ઝીરો ટોલરન્સ નીતી અપનાવી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા સ્કુલેથી પરત ફરતી બે વિધ્યાર્થીનીઓની છેડતી કરવા બાબતની ફરીયાદ દાખલ થયેલ હતી. જે બન્ને આરોપીઓ વડોદરા શહેર, પંચમહાલ, છોટાઉદેપુર જીલ્લામાં મિલ્કત સબંધી ગુના આચરવાની ટેવવાળા હોય એમ.એફ.ડામોર પો.ઈ. રંગપુર પોલીસ સ્ટેશન નાઓએ તાત્કાલિક ટીમો બનાવી બન્ને આરોપીઓને પકડી પાડી ગુનામા વાપરેલ અપાચે મો.સા.ને કબજે કરી આરોપીઓને જેલ હવાલે કરેલ છે. સદર આરોપીઓ ગુનાહીત ઇતીહાસ ધરાવતા હોય તેઓ વિરુધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

