40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી

સમા વિસ્તારમાં આવેલી સૌથી મોટી શાળા એટલે કે ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે. એક નાનકડી બાબતમાં વિદ્યાર્થીઓ વચ્ચે એવી ઝપાઝપી થઇ કે ઘટનામા 5 જેટલા વિદ્યાર્થી ઇજાગ્રસ્થ થયા હોવાનું પણ સામે આવ્યુ છે. જેમાંથી એક વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા
વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. માહિતી મળી રહી છે કે ઊર્મિ વિદ્યાલયમાં જ્યારે પીટીનો પીરિયડ ચાલી રહ્યો હતો, ત્યારે ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી.મોટી વાત એ છે કે શિક્ષકો શાળામાં જ હતા તે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

વાલીઓનું કહેવુ છે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં હોય ત્યારે વિદ્યાર્થીઓની માટેની તમામ જવાબદારી શાળાની અને શિક્ષકોની છે. શિક્ષકો હોવા છતા માત્ર રમવાની બાબતને લઇને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બનવી અને તેનું ગંભીર સ્વરુપ ઘારણ થવુ, સાથે જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાંત થવાના પ્રયાસ કેમ કરવામાં ન આવ્યા તે અંગે વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ

Related posts

સ્વચ્છતા હી સેવા૨૦૨૫: ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ નગરપાલિકાની મોટી કાર્યવાહી

admin

જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની પ્રતિમા નિ શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે 1000 દશામાં ની મૂર્તિ વિતરણ કરવામાં આવી..

admin

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયા વિનાનું પાણી છોડવાનું કૌભાંડ સપાટી પર આવ્યું

admin

Leave a Comment