43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રોડ પર રાજલી થી ભીલાપુર વચ્ચે ઠાઠર નદી પર જુના ઓવરબ્રિજની એક તરફની રેલિંગ તૂટી

ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રોડ પર રાજલી થી ભીલાપુર વચ્ચે ઠાઠર નદી પર જુના ઓવરબ્રિજની એક તરફની રેલિંગ તૂટી ગઈ છે તંત્ર દ્વારા રેડિયમ પણ લગાવવામાં આવ્યું નથી માત્ર પ્લાસ્ટિકની કોઠીઓ મેકીને હાલ તો તંત્ર કામ ચલાવી રહ્યું છે જો મોટી કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ કે તંત્રના અધિકારીઓ દુર્ઘટના ની રાહ જોઈને બેઠા છે હાલ તો એવું લાગી રહ્યું છે
ડભોઇ તાલુકાના રાજલી થી ભીલાપુર વચ્ચે આવેલો જુનો ઓવર બ્રિજ ની રેલી ત્રણ દિવસ પહેલા ગાડી ના અકસ્માત થી એક તરફ નો ભાગ તૂટી ગયો છે છેલ્લા ત્રણ દિવસથી તૂટી ગયેલા ભાગ પર પ્લાસ્ટિકની કોઠીઓ મેકીને તંત્ર ચલાવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો મેઇન રસ્તો હોય આનાથી અવરજવર રોજના હજારો વાહનો કરતા હોય ભારધારી વાહનો પસાર થતા હોય જેને લઇને વહેલી તારા કે જુના ઓર બ્રિજની તૂટી ગયેલી રેલી વહેલી તકે બનાવવા માટે સ્ટેટ હાઇવે ના અધિકારીઓને વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે બ્રિજ 20 ફૂટ ઊંડો હોય જો કોઈ મોટું અકસ્માત થશે તો જવાબદાર કોણ અહીંથી રોજના ભારધારી વાહનો અને એસટી બસો અને અન્ય વાહનો અહીંથી જ પસાર થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું મેઇન રસ્તો હોય વહેલી તકે તંત્ર દ્વારા તેની જુનો ઓવરબ્રિજ રેલિંગ લગાવવામાં આવે તો રાત્રે દરમિયાન વાહન ચાલકોને પરેશાની નો સામનો ના કરવો પડે અને અંજાન વાહન ચાલક હોય ઓવર બ્રિજ અકસ્માત ના થઈ શકે અને રેલિંગ પાસે રેડિયમ બોર્ડ પર લગાવવામાં આવ્યા નથી જો બ્રિજ પર બે વાહન ઓવરટેક કરવા જાય તો નીચે નદીમાં ખાપકાઈ જાય તેવી વાહન ચાલકો માં સંભાવના છે કોઈ મોટી દુર્ઘટના થતાં પહેલાં તંત્ર જાગી અને રેલિંગ લગાવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે

Related posts

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 7 જેટલા ગેર કાયદેસર બાંધકામને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી….

admin

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ પર બેસીને વિરોધ

admin

MGVCLની ગંભીર બેદરકારી, ખુલ્લી વીજ પેટીઓ અને લટકતા વાયરો બન્યા ‘ડેથ ટ્રેપ’નગરજનોમાં ફફડાટ

admin

Leave a Comment