ઠાસરા નગર મા આવેલ પૃષ્ટિમાર્ગીય શ્રીબાલકૃષ્ણ મંદિર ખાતે શ્રીવલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની અધ્યક્ષતામાં ભવ્ય બાઇક રેલી યોજી પૂજ્ય શ્રી નુ નગર મા સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારબાદ દશાનગર વાડી મા પૂજ્યશ્રીનું સુંદર અને જ્ઞાનસભર વચનામૃત નો આનંદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વૈષ્ણવોને પ્રાપ્ત થયો. આ સમયે ઠાસરા ના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, પૂજ્ય વિજયદાસજી મહારાજ, મંદીર ના ટ્રસ્ટી શ્રીઓ, મુખ્ય મનોરથી અશ્વિનભાઈ કે શાહ અને કમળાબેન ચીમનલાલ શાહ, ઠાસરા નગરપાલિકા ના પ્રમૂખ, ઉપપ્રમુખ અને કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા તેમજ આજુબાજુના અનેક ગામમાંથી પણ મહોત્સવનો સુંદર લ્હાવો લેવા ખૂબ જ મોટી સંખ્યા મા વૈષ્ણવો હાજર રહ્યા હતાં .
સાંજે 6.30 ના અરસા મા શ્રીબાલકૃષ્ણ મંદીર મા ભવ્ય છપ્પનભોગ ના દર્શન થયા આ સાથે વૈષ્ણવો એ ખુબજ મોટી સંખ્યા મા આ દર્શન નો લ્હાવો લીધો અને ત્યારબાદ દરેક વૈષ્ણવો માટે મહાપ્રસાદી નુ આયોજન ખડાયતા વાડી મા કરેલ હતુ ત્યા પણ વૈષ્ણવો એ મોટી સંખ્યા મા લ્હાવો લીધો હતો, સ્વયમ સેવક દ્વારા ખુબજ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

