Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટીયાવાંટ ચોકડી રસ્તા ઉપરથી બે મોપેડ માંથી કિં.રૂ.૨.૫૨,૪૫૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ……

જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે ખાટીયાવાંટ ચોકડી રસ્તા ઉપરથી બે મોપેડમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૨,૫૨,૪૫૫/- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બે મોપેડને પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપી પ્રવીણભાઇ નારસીંગભાઇ રાઠવાને ઝડપી પાડી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ તેમજ સંખેડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણના રેન્જમાં નેશનલ હાઇવે 56 ઉપર આવતા 3700 જેટલા વૃક્ષો હાઇવે બનાવવા માટે કાપવામાં આવશે.

admin

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

admin

છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment