Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ટૂંકા ભવિષ્યમાં યોજાનાર નગર પાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગ માં લેવાનાર ઇ વી એમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયુ

ખુબજ ટૂંકા ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે જેમાં છોટાઉદેપુર જિલ્લાની એક માત્ર નગરપાલિકા ની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે છોટાઉદેપુર પોલોટેક્નિક ખાતે આવેલ ઇ વી એમ વેર હાઉસ ખાતે ચૂંટણીમાં મતદાન માટે જે ઇ વી એમ મશીનો નો ઉપયોગ થવાનો છે એવા મશીનોની પ્રાથમિક ચકાસણી એટલેકે ફર્સ્ટ લેવલ ચેકીંગ નાયબ કલેકટર વિમલ બારોટ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગર પાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે 28 મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેને ધ્યાને લઇ જરૂરી ઇ વી એમ મશીનોની આજે પ્રાથમિક ચકાસણી કરી દેવાઈ છે. અને તબક્કાવાર આગળની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

10 જેટલા મકાનોમાં આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખે મુલાકાત કરી

admin

આમીરખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દૂ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતી, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment