43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતી, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતી, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ, જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તથા મીટીંગમાં હાજર રહેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોને આવકારી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કેદીઓને આપવામાં આવતી આરોગ્યની સુવિધા બાબતે તથા કેદી કલ્યાણને લગતા મુદાઓ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર ખાતે નવી નિર્માણ પામી રહેલ જનરલ હોસ્પિટલમાં કેદી વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ છોટાઉદેપુર જીલ્લાના એકલબારામાં નવીન નિર્માણ પામનાર જીલ્લા જેલના બાંધકામની કામગીરી સત્વરે શરૂ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેદીઓને રોજગારલક્ષી તાલીમ આપવા બાબતે તથા અભણ અને ઓછું ભણેલા કેદીઓને અક્ષરજ્ઞાન આપવા અંગેની જેલ અધિક્ષકની રજુઆત બાબતે પણ મીટીંગમાં હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. કમિટીના મુદાઓની ચર્ચા પૂર્ણ થયા બાદ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કમિટીના તમામ સભ્યોએ મહિલા વિભાગમાં મુલાકાત લઇ મહિલા કેદીઓની રજુઆત સાંભળી હતી. ત્યારબાદ જેલ રસોડાનો રાઉન્ડ લઇ કેદીઓને આપવામાં આવતા ખોરાકની ચકાસણી કરી ખોરાકની ગુણવતા અને કેદીઓને દરરોજ આપવામાં આવતા મેનું વિશેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જેલની લાયબ્રેરીમાં કેદીઓ દ્રારા કરવામાં આવતાં વાંચન અંગેની જાણકારી પણ લીઘી હતી. આ ઉપરાંત કેદી બેરકોમાં રાઉન્ડ લઇ બેરેકોની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પુરુષ કેદીઓની રજુઆત સાંભળી કેદીઓને જેલમાં ચાલતી કલ્યાણકારી પ્રવૃત્તિમાં ભાગ લેવા અને જેલ ઓથોરીટીને જરૂરી સહકાર આપવા સુચન કરવામાં આવી હતી. ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ દ્વારા મફત કાનુની સહાય બાબતે તથા ફરીયાદ નિવારણ બાબતે કેદીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા દ્રારા કેદીઓને આપવામાં આવતી અન્ય સુવિધાઓ બાબતે કરવામાં આવેલ પ્રશ્ન અંગે જેલ અધિક્ષક દ્રારા કેદીઓને આપવામાં આવતી ટીવીની સુવિધા, રમત-ગમતની સુવિધા તથા અન્ય સવિધાઓ બાબતે કમિટીને માહિતગાર કરવામાં આવ્યા હતા. સબ જેલમાં યોજાયેલ મીટીંગમાં કલેક્ટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયા, જીલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખ, જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ, જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો.કેવલ મોદી, સમાજ કલ્યાણ અધિકારી એસ.જે. ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી જે.કે.પરમાર, નગરપાલિકાના પ્રતિનિધી, સ્વરોજગાર વિકાસ સંસ્થાન, ગાબડીયાના વડા રાહુલ જોષી, ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્ય મહેશ સેલર, સામાજીક કાર્યકર વૈશાલીબેન બારીયા, સામાજીક કાર્યકર વર્ષાબેન રોહીત, સામાજીક કાર્યકર સુરેશભાઇ સાધુ વગેરે હાજર રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા

admin

છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદિવાન કેદીઓને જ્યુડ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ આપવામાં આવી

admin

વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં રાજય બહારના નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

admin

Leave a Comment