37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદિવાન કેદીઓને જ્યુડ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ આપવામાં આવી

જેલ વિભાગના ડીજીપી ડોક્ટર કે એલ એન રાવ દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે રાજયની જેલોમાં બંદીવાનો માટે વિવિધ તાલીમ કોર્ષ શરૂ કરવા માટે સુચના આપવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર સબજેલમાં બંદીવાન કેદીઓ સ્વનિર્ભર બને અને સ્વરોજગારી મેળવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવી શકે તેવા ઉમદા હેતુથી જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલમાં તાલીમ કોર્ષ રાખવામાં આવ્યા હતા.
આ છોટાઉદેપુરના બંદીવાનો માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, છોટાઉદેપુરના સહયોગથી તા.૨૪/૦૩/૨૦૨૫ના રોજથી શરૂ કરવામાં આવેલ ૧૩ દિવસના “જ્યુટ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ” કોર્ષનું તા.૦૫/૦૪/૨૦૨૫ના રોજ સમાપન કરવામાં છે. ૧૩ દિવસ સુધી યોજાયેલ તાલીમ દરમિયાન બંદીવાનોએ શણમાંથી બનતી વિવિધ બનાવટો જેમાં વોટર બેગ, સોંપીંગ બેગ, મની પર્સ, ફાઇલ ફોલ્ડર, ટેબલ મેટ, શો પીસ, ફ્રિઝ કવર, લેટર બોક્ષ તથા પગ લુછણીયા વગેરે વિવિધ પ્રોડક્ટની તાલીમ આપવામાં આવી હતી.
યોજાયેલ તાલીમ કાર્યક્રમના છેલ્લા દિવસે તા.૦૫/૦૪/૨૦૨૫ના રોજ તાલીમમાં ભાગ લેનાર ૩૨ પુરૂષ તથા ૩ મહિલા બંદીવાનોની લેખિત, મૌખિક તથા પ્રેક્ટિકલ પરીક્ષા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, છોટાઉદેપુર દ્વારા લેવામાં આવેલ છે. બંદીવાન તાલીમાર્થીઓની પરીક્ષા લેવા માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, છોટાઉદેપુરના ડાયરેક્ટર રાહુલ જોષી તથા કર્મચારીઓ કિરણ પરમાર અને જૈમીન પટેલ હાજર રહેલ હતા તથા પરીક્ષક તરીકે કાર્તિક મિશ્રા અને વર્ષાબેન નાયક હાજર રહેલ હતા

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની સુચના અનુસાર રીઝનલ ઓફીસ બેન્ક ઓફ બરોડા દ્વારા બંદીવાનોને તાલીમ હેતુ પુરા પાડવામાં આવેલ બે સિલાઈના મશીનના ઉપયોગથી બંદીવાનો જેલમાં જ્યુટ પ્રોડક્ટ તથા સીવણ કામ શીખીને સ્વનિર્ભર બને તેવા પુરતા પ્રયાસો જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે તેમ ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમારની યાદીમાં જણાવવામાં આવેલ છે.

તાલીમના છેલ્લા દિવસે યોજાયેલ પરીક્ષા દરમિયાન ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડી.કે.પરમાર, સુબેદાર હનીફભાઇ સમા તથા સ્ટાફ કર્મચારીઓ જરૂરી વ્યવસ્થા સંભાળેલ હતી.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જીલ્લાના બ્રિજો પર થી ભારદારી વાહનોની અવર જવર બંધ થતાં મુસાફરો અટવાયા

admin

ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નને લઈને પૂર્વ રેલ રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

admin

છોટાઉદેપુર જિલ્લાની બેંક ઓફ બરોડાના તમામ બ્રાન્ચ દ્વારા મેગા ક્રેડિટ કેમ્પ યોજાયો જેમાં ૨૨૩ લાભાર્થીઓને ૧૦ કરોડ જેટલી લોન સહાય અપાઈ.

admin

Leave a Comment