40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

76 લાખના સરકારી પ્રાથમિક શાળાના નવીન – 4 ઓરડાઓનું ખાતમુહુર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાંધરા ગામે 76 લાખના સરકારી પ્રાથમિક શાળાના નવીન – 4 ઓરડાઓનું ખાતમુહુર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના બોડેલી તાલુકાના પાંધરા ગામે 76 લાખના સરકારી પ્રાથમિક શાળાના નવીન – 4 ઓરડાઓનું ખાતમુહુર્ત પાવીજેતપુર વિધાનસભાના ઉત્સાહી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના વરદ હસ્તે ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજવામાં હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા ,તાલુકા પંચાયત બોડેલીના પ્રમુખ ડૉ.શીતલ કુંવરબા ,બોડેલી ભાજપા પ્રમુખ નીલ પટેલ ,સરપંચ,માજી સરપંચ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશ પટેલ ,તાલુકા સંઘ પ્રમુખ સંદીપભાઈ જયસ્વાલ ,મંત્રી નટુભાઈ ,શાળાના આચાર્ય ,શિક્ષકો ગ્રામજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પોતાના પ્રવચનમાં ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી જે તે સમયે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે ચાલુ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવથી આદિવાસી વિસ્તારોમાં દિકરા દીકરાઓનું અધવચ્ચેથી શાળા છોડી દેવાનું પ્રમાણ ઓછું થયેલ છે.અને હાલમાં ઝડપી ભૌતિક સુવિધાઓ સરકાર દ્વારા નવીન ઓરડાઓ ,સેનીટેશન અને અન્ય જરૂરીયાતો પુરી કરવામાં આવી રહી છે.ત્યારે બધા ભેગા મળી વિકસિત ભારત બને તે દિશામાં આગળ વધીશું. તેમ જણાવી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે અશ્વિન નદી ઉપર આવેલ બ્રિજની પેરાફીટ જર્જરિત અવસ્થામાં

admin

છોટાઉદેપુર જિલ્લા મથકે હોળીના રામઢોલ ઢબુકયા શનિવારનો જિલ્લાનો સૌથી મોટો ભંગોરીયાનો હાટ ભરાયો

admin

છોટા ઉદેપુર જીલ્લાનો પ્રજાસતાક દિનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જેતપુર પાવી ખાતે યોજાશે

admin

Leave a Comment