લીબંડી તાલુકાનાં નટવરગઢ ગામે ૧૬ વર્ષના કિશોરે છરી વડે સરપંચ અને તેના પુત્ર પર હુમલો કર્યો હતો.
જેમાં સરપંચનાં આદર્શ કાલીયા નામના પુત્રનું મોત નિપજ્યું હતુ.
કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારીની ઘટના હત્યામાં પરિણમતાં સમગ્ર ઘટના ટોકઓફ ધ ટાઉન બની હતી.
હત્યાની ઘટના સામે આવતા સભ્ય સમાજ પણ ચોંકી ઉઠ્યો છે. મળતાં અહેવાલ પ્રમાણે ૧૬ વર્ષનાં બાળકે લીબંડીનાં નટવરગઢ ગામે ૨૧ વર્ષીય યુવકની હત્યા કરી નાખી હતી. કૌટુંબિક ભાઈઓ વચ્ચે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો પિતા અને પુત્રને ગંભીર જાઓ પહોંચી હતી ઘાયલોને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નટવરગઢ ગામનાં સરપંચ કરમશીભાઈ કાલીયે ૧૬ વર્ષના કિશોરને કોઈ કારણોસર ઠપકો આપ્યો હતો અને આ ઠપકા બાદ બાળકને માઠું લાગ્યું હતું. ૧૬ વર્ષીય કિશોરના માથા પર શું ભૂત સવાર થઈ ગયું કે તેણે સરપંચ અને તેમના ૨૧ વર્ષના પુત્ર આદર્શ કાલીયા પર છરીના ઉપરાઉપરી ઘા માર્યા હતા. સરપંચ અને તેના પુત્ર પર ઘાતકી હુમલો કર્યો હતો.
આ ઘટનામાં સરપંચ કરમશીભાઈ કાલીયાનાં ૨૧ વર્ષનાં પુત્ર આદર્શ કાલીયાનું મોત થયુ હતુ
અને સરપંચને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં સમગ્ર કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

