Genius Daily News
સુરેન્દ્રનગર જિલ્લો

ભારતીય કિસાન સંઘ ફરી સંઘ( CIFA) અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી

23 ડિસેમ્બરના રોજ ભારતીય કિસાન સંઘ ફરી સંઘ( CIFA) અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરના ચોટીલા મુકામે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ આ વિસ્તારના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઇ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અને આ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું તે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેમ જ ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઇ અને લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં વિસ્તારના તેમજ વિવિધ તાલુકાના અસંખ્ય ખેડૂતો આ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીમાં હાજર રહ્યાં હતાં

આ કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ પર સંઘ (CIFA)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ મેર તેમજ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ અજીતભાઈ ખોરાણી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ઉપપ્રમુખ દેવકરણભાઈ જોગરાણા તેમજ સ્થાપક મુકેશભાઈ રાજપરા હાજર રહ્યા

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

લીંબડી તાલુકાનાં મુસાફરો માટે આશીર્વાદરૂપ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસ.ટી બસ બંધ થતાં ભારે વિરોધ

admin

ચુડા તાલુકાના સેજકપર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.

admin

ચુડાનાં ખાંડીયા ગામની આંગણવાડી બાળકોનાં આરોગ્ય માટે જોખમી.

admin

Leave a Comment