ચુડા તાલુકાનાં સેજકપર પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી અશ્વિનભાઈ ટામાલીયાની ઉપસ્થિતિમાં ગણવાડી,બાલવાટિકા તેમજ ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.ત્યારબાદ શાળાનાં બાળકોએ પ્રાકૃતિક કૃષિ જેવા વિષયો પર પોતાનાં વક્તવ્ય રજુ કર્યાં હતાં.પોતાના અભ્યાસમાં અગ્રતા ક્રમ હાંસલ કરનાર શાળાનાં તેજસ્વી બાળકોને સન્માનિત કરાયા હતા.અને દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને અંતે શાળાનાં પ્રટાગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ તકે ટીડીઓ અશ્વિનભાઈ ટમાલીયા, એસ.આઈ.ઝિંઝુવાડીયા તથા સરપંચ તથા શાળાનાં આચાર્ય તેમજ સી.આર.સી પદાધિકારીઓ,સદસ્યો, શાળાનાં શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

