લીંબડી એસ.ટી.ડેપોમાંથી ઊપડતી અમદાવાદ-વર્માનગર-નારાયણસરોવર રૂટની બસ બંધ થતા લીંબડી શહેર ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ -વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ કરાતાં લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી.
ત્રણ દાયકાથી ચાલતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસ.ટી બસ બંધ થતાં લીબંડી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો..
લીંબડી તાલુકાનાં મુસાફર જનતા માટે આશીર્વાદરૂપ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસ.ટી બસ બંધ થતાં લીબંડી તાલુકાનાં મુસાફર જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ છેલ્લા ત્રણ દાયકાથી સૌરાષ્ટ્ર કચ્છ સહિતનાં અન્ય સેન્ટરોમાં જવા માટે ખૂબ જ ઉપયોગી છે.
આ બસ બંધ થતાં લીબંડી સહિત હજારો ગ્રામીણ પ્રજાની પરિવહન સેવા ઝુંટવાઈ ગઈ છે.
આ એસ.ટી બસ શરૂ થઈ ત્યારથી પૂરતાં પ્રમાણમાં કાયમી ટ્રાફિકને કારણે એસ.ટી વિભાગને પણ સારી આવક મેળતી હતી.
છતાં પણ એસ.ટી વિભાગના અધિકારીઓએ મનસ્વી રીતે દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થવાનું કારણ આગળ ધરી આ એસ.ટી બસનો રૂટ બંધ કરી હજારો ગ્રામીણ પ્રજાને અન્યાય કર્યો છે.
ધંધુકા,લીંબડી,વઢવાણ,સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજને કચ્છ જિલ્લા દરેક નાના મોટા ગામડાઓ સાથે સાંકળતી આ બસ સેવા છેલ્લાં ત્રણ દાયકાથી કચ્છ રૂટ પર દોડે છે.
પરંતુ હાલમાં દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થતાં ટ્રાફિક ન મળતો હોવાનું બહાનું કાઢી એસટી તંત્ર દ્વારા આ રૂટ બંધ કરી દેવામાં આવતા ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.
જેનાં પગલે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા,ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા,ખજાનચી યશવંતસિંહ ઝાલા, લખધીરસિંહ ઝાલા,સોશ્યલ મીડિયા કનવિનર કૃષ્ણસિંહ ઝાલા, મીડિયા સેલ કનવિનર દિપકસિંહ વાઘેલા કારોબારી સમિતીના સદસ્ય મદનસિંહ જાડેજા,અશ્વિનસિંહ ઝાલા તેમજ લીંબડી વેપારી એસોસીયેશન પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય કિરિટસિંહ રાણાને અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટ ની બસ શરૂ કરવા બાબતે રજૂઆત કરી હતી.

