Genius Daily News
સુરેન્દ્રનગર જિલ્લો

સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક વિસ્તારના નડાળા ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી દારુ બનાવવાનો જથ્થો.રૂ.૧,૭૫,૦૦૦/-નો મુદામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધજાળા પોલીસ મથક વિસ્તારના નડાળા ગામની સીમમાં દરોડા પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી.

ડૉ.ગીરીશ પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવીને સુરેન્દ્રનગર જીલ્લાનાં ગ્રામ્ય તથા સીમ વિસ્તારમાં ચોરી છુપીથી ગેરકાયદેસર દેશી દારુ બનાવવાનો આથો છુપાવી રાખી દેશી દારુ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂનો વિપુલ માત્રામાં જથ્થો વેચાણ કરતા તત્વો આવી ગેરકાયદેસર પ્રવ્રુત્તિઓ કરતા હોવાની માહિતી મળી હતી.

તે બાતમીના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ જે.જે.જાડેજા તથા
પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય.પઠાણ તથા પેરોલ ફલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.ઝાલા તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફલો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બાતમીનાં આધારે રેડ કરીને નડાળા ગામે કાળુભાઇ માનસંગભાઇની ભાદર નદીના કાંઠે આવેલ વાડીએથી દેશી દારુ બનાવવાનો રૂ.૧,૭૫,૦૦૦/- લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ધજાળા પોલીસ મથકે પ્રોહીબીશન ધારા મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ચુડામાં ચોમાસાની શરૂઆતની સાથે જ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા

admin

નીલકંઠ વિદ્યાલય લીમડીની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 99.99 PR રેન્ક પ્રાપ્ત કરી પ્રથમ નંબર મેળવ્યો

admin

યાત્રાધામ ચોટીલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા શ્રાવણ માસ દરમિયાન કતલખાના વિરુદ્ધમાં આવેદનપત્ર

admin

Leave a Comment