Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરનાં મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય માં બાળાઓને ટ્રેક સુટ વિતરણ કરાયું

જિલ્લા ના સરહદી વિસ્તાર ગુનાટા ખાતે સેવા નિવૃત ફૌજી ગોપાલભાઈ રાઠવા તથા તેમના ધર્મપત્ની બેનાબેન રાઠવા દ્વારા અહીં નાં વિસ્તાર ની એવી બાળાઓ કે આર્થિક સ્થિતિ સારી નથી એવા વાલીઓ એ અભ્યાસ અધવચ્ચે છોડાવી દઇ છોકરીઓ ભણાવવા બાબતે ખાસ રસ નહીં ને તેમને ઢોરો ચરાવવા મા જ માણતા વાલીઓ સાથે છોકરીઓ ને ભણાવવા નું મહત્વ સમજાવી છોકરીઓ ને આગળ ભણાવવા માટે પોતે રહેવા જમવાની સગવડ કરી ને અહીં ઉંડાણ નાં વિસ્તાર ગુનાટા ગામે સ્વ ખર્ચે એક દેશી મકાન ભાડે રાખી, બાળાઓ ની દેખરેખ માટે એક વોર્ડન રાખી રહેવા તથા જમવાની નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે.

ગોપાલભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની બેનાબેન ના આ સરાહનીય સેવાકાર્ય ને જોઈ કેટલાક સેવાભાવી દાતાઓ ગુનાટા ખાતે શરૂ કરવામા આવેલ રાણી કાજલ કન્યા છાત્રાલય ની રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉમદા કાર્ય માં સહભાગી બની રહ્યા છે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને તેમના પત્ની હંસાબેન રાઠવા રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ખાતે જઇ ૨૭ જેટલી તમામ બાળાઓ માટે ટ્રેક સુટ ખરીદ કરી ને આપવામાં માટે નો કાર્યક્રમ રાખ્યો હતો સાથે તેમના તરફથી આજનું બપોર નું ભોજન કરાવ્યું હતું જેમાં સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ રાઠવા તથા લક્ષમણભાઇ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિધાલયની વિદ્યાર્થીનીઓને એક જ બસમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે.

admin

છોટાઉદેપુર પોલીસ હેડકવાટર્ર ખુટાલિયા ખાતે પોલીસ જવાનો અને તેમના પરિવારજનો માટે હેલ્થ ચકાસણી કેમ્પ યોજાયો

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાનો મુદ્દો કલેકટર કચેરીએ પહોંચ્યો

admin

Leave a Comment