એમ.પી માંથી ગુજરાત રાજ્યમાં ટોયોટા ફોરચ્યુનર ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિ.રૂ. ૫,૧૨,૫૫૦/- ના પ્રોહી મુદ્દામાલ સહિત કિ.રૂ. ૧૩,૩૧,૮૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી કવાંટ પોલીસ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા. અને આજ રોજ બી.એસ.ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર કવાંટ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે પીપલદા ગામે પ્રોહી નાકાબંધીમાં ગોઠવાયેલ હતા. જે દરમ્યાન આમસોટા રોડ તરફથી આરોપી આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા રહે.ભાલીયાપુરા ટેકરાવાળું ફળીયું, તા.જી.વડોદરા ગ્રામ્ય નાનો તેની કાળા કલરની મહિન્દ્રા કંપનીની થાર ગાડી લઈને તેની પાછળ ઇંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો ભરીને આવી રહેલ ટોયોટા ફોરચ્યુનર નુ પાયલોટીંગ કરી આવી રહેલ હોય તેને રોકવાનો પ્રયાશ કરતા તે પોતાની ગાડી બૈડીયા રોડ ઉપર વાળી નાશી ગયેલ હતી અને તેની પાછળ તરત જ ઇંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો ભરેલ ટોયોટા કંપનીની ફોરચ્યુનર ગાડી નંબર GJ-06-EQ-5073 ની આવતા તેને રોકવા ખાનગી પીકપ વાહનનુ રોડ ઉપર આડાશ કરી તેને રોકવા સારૂ પ્રયત્ન કરતા તેણે પોતાની ગાડી રોકેલ નહિ અને રોડની સાઈડમાં ઉતારી નાશવા જતા તેણે રોડ ઉપર આડાશ કરેલ પીકપ ગાડીના ડાલાના ભાગે અથાળી દીધેલ અને તેની ફોરચ્યુનર ગાડી ત્યાંથી આગળ નીકળી ન શકતા સદરી ફોરચ્યુનર નો ચાલક રોહીતભાઈ રાવજીભાઈ ભાભોર હાલ રહે.મકરપુરા વડોદરા શહેર અને તેની બાજુમાં બેસેલ ઇસમ વિશાલભાઈ શંકરભાઈ જાતે ઠાકોર રહે.ભાલીયાપુરા નિશાળ ફળીયું, તા.જિલ્લો વડોદરા ગાડીમાંથી ઉતરી આજુબાજુમાં આવેલ વાવેતર વાળા ખેતરોમાં નાશવા લાગેલ જેથી તેમને પકડી પાડવા દોડીને પીછો કરેલ પરંતુ સદરી ગાડીનો ચાલક પકડાયેલ નહિ અને વાવેતરવાળા ખેતરોમાં નાશી જવા સફળ થયેલ હતો જ્યારે તેની બાજુની શીટમાં બેસેલ ઇસમને પોલીસે પકડી પાડી ટોયોટા કંપનીની ફોરચ્યુનર ગાડી નંબર GJ-06-EQ-5073 ની ઝડતી કરતા ગાડીમાંથી વગરપાસ પરમીટ ગેરકાયદેસરનો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા બિયરની નાની મોટી કુલ બોટલો નંગ - ૨૬૬૪ ની કુલ કિ.રૂ. ૫,૧૨,૫૫૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સદરી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ટોયોટા કંપનીની ફોરચ્યુનર ગાડી નંબર GJ-06-EQ-5073 ની કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયા-૧૪,૨૬૦/- મળી કુલ ૧૩,૩૧,૮૧૦/- નો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજી કરવામાં આવેલ છે અને ગુનામાં સંડોવાયેલ સહ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

