Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં જૂની અદાવતને લઈને એક જ કોમના બે ગ્રુપ વચ્ચે અથડામણને સીસીટીવીના આધારે હુમલાખોરોને ઝડપી પાડયા

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બે દિવસ અગાઉ જૂની અદાવતને લઈ ને એક જ કોમના બે ગ્રુપ વચ્ચે અથડામણ થઈ હતી. જે ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. સીસીટીવી માં લોખડની પાઇપ સાથે યુવક રોડ પર હુમલો કરવા જતા નજરે પડ્યો હતો. હુમલાખોરો યુવક પર હુમલો કરી ફરાર થયા હતા. જેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવક સયાજી માં સારવાર હેઠળ છે. ત્યારે ફરિયાદ ને પગલે સયાજીગંજ પોલીસે સીસીટીવી ના આધારે હુમલાખોરો ની ઓળખ કરી ગણતરીના કલાકોમાં તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડોદરાના વોર્ડ ૧૦ માં પડેલા ખાડાને લઈને વિરોધ કરતો માસ્ક મેન

admin

વડોદરાના સનફાર્મા રોડ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા તંત્ર દોડતું થયું

admin

ગોરવા બીઆઈડીસી ખાતે તસ્કરોએ ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી 7.29 લાખની ચોરી કરી ફરાર…

admin

Leave a Comment