Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લા નુ 32 મહા અધિવેશન કરવામાં આવ્યું…

પ્રથમ તિરંગા યાત્રા કરી અને ત્યારબાદ સી.સી મહેતા ઓડિટોરિયમ માં દીપ પ્રગટાઈ કાર્યક્રમ ને આગળ વધાર્યું હતું…

→ આ સંગઠનની સ્થાપના સાત વર્ષ પહેલા ગાંધીનગર સ્ટાફ ટ્રેનીગ કોલેજના હોલ ખાતે કરવામાં આવેલ.

-સંગઠનનું ટાઇટલ અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની વરણી સર્વાનુમતે કરવામાં આવી.

-પ્રદેશ કારોબારીનું પ્રથમઅધિવેશન અને નિમણુંક થરાદ ખાતે કરવામાં આવેલ.

→ આ સંગઠન શિસ્તને વરેલું છે. નાના મોટાના ભેદભાવ વિનાનું છે.

અને પીળા પત્રકારત્વથી પર છે.

→આ સંગઠન ૧૨ ઝોન, ૩૩ જીલ્લા કારોબારી, ૨૫૨ તાલુકા કારોબારી, સ્ટેટ મહિલાવીંગ અને સ્ટેટ લીગલવીંગ તેમજ પ્રદેશ કારોબારી સાથે ૧૦ હજાર સભ્ય સંખ્યા ધરાવે છે.

→આ સંગઠનમાં દરેક તાલુકા, જીલ્લા, પ્રદેશ અને વીંગના અધ્યક્ષની નિયમીત ચૂંટણી થાય છે.

→આ સંગઠન દ્વારા ૩૧ જીલ્લાના અધિવેશનો પૂર્ણ કરી વડોદરાનું આ ૩૨મું જીલ્લા અધિવેશન છે. જ્યારે ૧૨ જીલ્લામાં રીપીટ અધિવેશનો થયા છે.

→પત્રકારોના ૩૩ જીલ્લામાંથી આવેલા પશ્નો સરકારમાં લેખિતમાં રજુઆત કરી ટેબલ ટોક માટે ૫ બેઠકો કરી છેલ્લે મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી રજુઆત કરતા ટેબલ ટોક બેઠક યોજવા કહેલ છે.

→ જીલ્લા અધિવેશન રાજસ્થ મહેમાનો, સામાજિક સંગઠનો, અધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને પદાધિકારીઓની હાજરીમાં યોજાય છે. તેમા ઉપસ્થિત તમામપત્રકારોને સ્મૃતિ ભેટ સાથે સન્માનીત કરાય છે. અને સમુહ ભોજનના માધ્યમથી “અન્ન ભેળા એના મન ભેળા” કહેવતને સાર્થક કરે છે…

Related posts

કાનની કુરચાવીંધાવવાની અંધશ્રદ્ધા વ્યક્તિને સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે : ડોક્ટર રાહુલ ગુપ્તા

admin

તિવારી ની ચાલ ખાતે પાણીપુરી ની પુરીઓ બનાવતા ના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

admin

ચંપાષષ્ઠી : ખંડોબા ભગવાનના શુભમંગલ વિવાહ

admin

Leave a Comment