33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કાનની કુરચાવીંધાવવાની અંધશ્રદ્ધા વ્યક્તિને સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે : ડોક્ટર રાહુલ ગુપ્તા

પેટના દુઃખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે કાનમાં કાણું પડાવવાની અંધશ્રદ્ધા વ્યક્તિને એક મોટી સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે તેવો દાવો જાણીતા તબીબ ડો.રંજન ઐયર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ઘણી વખત ગામડાના લોકો ભુવાની સલાહ માનતા દુઃખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે, જે નવી મુસીબત વહોરવા સમાન છે. આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત છે. કાનની કુરચા વિંધાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વ્યક્તિ જાતે ઊભી કરતો હોય છે. ક્યારેક ધાર્મિક તહેવારોમાં પણ આ પ્રકારના કાન કોચાવવામાં આવે છે. જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની સલાહ આપી છે.

Related posts

વડોદરા શહેર-જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક માર્ગદર્શિકાનું પાલન કરવાના આદેશ કર્યો

admin

વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં NDR લેઝર મશીન શરૂ, ટેટૂ દૂર કરવાની મળશે નિશુલ્ક સેવા

admin

વડોદરા શહેરના ખોડિયાર નગરની સાંનિધ્ય ટાઉનશિપમાં દબાણ કાર્યવાહી બાદ રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી

admin

Leave a Comment