શનિવારે ચંપાષષ્ઠીના પર્વે મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવતા મલ્હાર મ્હાળસાકાંત(ખંડોબા)ના શુભમંગલ વિવાહ પ્રસંગે ધામધૂમપૂર્વક વરઘોડો પ્રસ્થાન થયો હતો . ભગવાનને આજે ભાખરી, ભરથું અને પૂરણપોળીનો પ્રસાદ ધરાવાશે.
વડોદરામાં ખંડોબાનું ૨૩૦ વર્ષ કરતા વધુ જૂનું મંદિર
શહેરના આર.વી.દેસાઈ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે બોલાઈ માતાજીના મંદિરેથી , આજે શનિવારે સાંજે પાંચ કલાકે બોલાઈ વરઘોડો માતા મંદિરેથી ધામધૂમપૂર્વક શ્રીજીનો વરઘોડો પ્રસ્થાન કરાવાશે. જે નિર્ધારિત રૂટ પરથી પસાર થઇ ખંડેરાવ મંદિર પહોંચશે જ્યાં, ભગવાનના લગ્ન સંપન્ન કરાશે. ત્યારબાદ મહારાષ્ટ્રીયન સમાજમાં લગ્નસરાનો પ્રારંભ કરાશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં માત્ર વડોદરામાં આર.વી.દેસાઈ રોડ પર મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવતા મલ્હાર મ્હાળસાકાંત(ખંડોબા)નું ૨૩૦ વર્ષ કરતા વધુ જુનું મંદિર છે. ખંડો પર ફર્યા તો ખંડોબા બન્યા અને મણી-મલનો વધ કર્યો તો મલ્હાર બન્યા. પોતાની પત્ની મ્હાળસાકાંત સાથે રહ્યા તો મલ્હાર-મ્હાળસકાંત(ખંડોબા)ના નામથી પ્રસિદ્ધ થયા. છેલ્લા ૫૦ વર્ષથી નવાપુરા પોલીસ સ્ટેશન પાસે ભગવાનના વરઘોડાનું સ્વાગત કરાય છે.

