43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શાનદાર એર શો

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ જે SKAT તરીકે પણ ઓળખાય છે. વર્ષ 1996માં SKAT ની સ્થાપના કરાઈ હતી. આ ટીમ એકમાત્ર એશિયાની નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું બિરૂદ ધરાવે છે અને વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી પણ એક ગણાય આવે છે. આ ટીમે ભારત, ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં 700 થી વધુ પ્રદર્શનો કર્યાં છે, આ ટીમ તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ હંમેશા શ્રેષ્ઠ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે. સૂર્યકિરણ ટીમમાં 9 હોક Mk132 વિમાનો સામેલ કરાયા છે, જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી અને ડેપ્યૂટી લીડર ગ્રૂપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વ હેઠળની ટીમમાં 14 પાઇલટ્સ જટિલ એરોબેટિક દાવપેચમાં નિપુણતા મેળવી છે


સંસ્કારી નગરી વડોદરા ખાતે આયોજિત આ એર શો પછી 25-26 જાન્યુઆરી દરમિયાન જામનગર, તા.29ના રોજ નલિયા અને તા.31થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ભુજમાં એર શોનું આયોજન કરવામાં આવશે. શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કર્યું હતું.

Related posts

MSUમાં ડોક્યુમેન્ટ્સ વેરિફીકેશન માટે બે વાર બોલાવાતા AGSGના વિદ્યાર્થીઓની રજીસ્ટારને રજૂઆત

admin

એમ એસ યુનિવર્સિટીમાં એક અધ્યાપક ‘જાતીય સતામણી’ને કારણે યુનિવર્સિટીની ગરિમાને ઠેસ લાગી

admin

વડોદરા શહેરના અકોટા ઇન્ડિયન ગેસ એજન્સી પર ઓનલાઈન બુકિંગ બંધ થતાં ગ્રાહકોમાં રોષ…

admin

Leave a Comment