જેતપુર પાવી તાલુકાના સાધલી ગામના હાટ બજારમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તરફથી જય મોગલ યુવક મંડળ, તુરી (બારોટ) જગદીશભાઈ. આર. અને તેમની સમગ્ર ટિમ દ્વારા ભવાઈનો પ્રોગ્રામ કરેલ હતો. જેમાં ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર પીએચસીના એસ આઈ રસિકભાઈ રાઠવા, MPHW તેમજ સાધલી Phc ખાતેના સ્ટાફ ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે ભવાઈ ની ટીમ દ્વારા ટીબી રોગ ભવાઈ નું આયોજન કરેલ હતું તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર તેમજ ભવાઇ ની ટીમ દ્વારા ભવાઈમાં ઉપસ્થિત રહેલા લોકોને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને આ ભવાઈ જોઈને ઉત્સાહિત રીતે આ પ્રોગ્રામ જોઈ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
મોહસીન સુરતી છોટાઉદેપુર

