છોટાઉદેપુર જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા ઈદુલફિત્રનો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ નવા વસ્ત્રો પરિધાન કરી ઈદની ખુશી વ્યક્ત કરી હતી.
Naswadi ખાતે આવેલા ઈદગાહ મેદાનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચવામાં આવી હતી.
નસવાડી સહિત સમગ્ર જિલ્લામાં ભાઈચારા અને સામાજિક એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.
નમાઝ બાદ ખાસ દુઆ કરવામાં આવી હતી, જેમાં દેશ-દુનિયામાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જિલ્લામાં વિવિધ ગામો અને વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ મસ્જિદો અને ઈદગાહોમાં નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

